Solah Somvar Vrat Katha Gujarati PDF

0.70 MB / 14 Pages
0 likes
share this pdf Share
DMCA / report this pdf Report
Solah Somvar Vrat Katha Gujarati

Solah Somvar Vrat Katha Gujarati

Download the Original Solah Somvar Vrat Katha in Gujarati PDF using the link given at the bottom of this page. આ વ્રત શ્રાવણ માસના પહેલા સોમવારથીં શરૂ કરવું અને સોળ સોમવાર સુધી આ વ્રત કરી મહાદેવજીના મંદિરે જવું. ત્યાં શિવ-પાર્વતીજીની પૂજા કરવી. એકટાણું કરવું અને મહાદેવજીની વાર્તા સાંભળવી. વાર્તા સાંભળતી વખતે હાથમાં ચોખા રાખવા અને હોંકારો દેવાને બદલે ‘મહાદેવજી-મહાદેવજી’ એમ કહેવું.

શ્રાવણ મહિનો હિન્દુઓ માટે સૌથી પવિત્ર માનવામાં આવે છે. શ્રાવણ મહિનામાં લોકો સોમવારના ઉપવાસ રાખે છે અથવા આખો શ્રાવણ મહિનો તેઓ ઉપવાસ કરે છે. આ ધાર્મિક મહિનામાં સોળ સોમવારનું વ્રત પણ આવે છે જે કરવાથી તમને ઘણા ફાયદા થાય છે. તો આજે અમે તમને જણાવીશું કે આ વ્રત કેવી રીતે થાય અને તેનો મહિમા શું છે.

સોળ સોમવારની વાર્તા (Solah Somvar Vrat Katha Gujarati)

શંકર અને પાર્વતી

પોતાના મંદિરમાં બેઠાં છે અને બેઠાં બેઠાં ચોપાટ રમે છે. એમની રમત તપોધન બ્રાહ્મણ બેઠો બેઠો જુએછે. એને ‘કોણ હાર્યું અને કોણ જીત્યું એ કહેવાની સૂચના શંકર-પાર્વતીજીએ આપી. પહેલી વાર શંકર ભગવાન રમત જીતી ગયા અને બ્રાહ્મણને પૂછ્યું, કોણ હાર્યું ? કોણ જીત્યું ?

ભગવાન આપ જીત્યા અને માતાજી હાર્યાં. બ્રાહ્મણે કહ્યું.

બીજી વાર પાર્વતીજીની જીત થઈ ને બ્રાહ્મણને પૂછ્યું : કોણ હાર્યું ? કોણ જીત્યું ?

ભગવાન આપ જીત્યા અને માતાજી હાર્યાં.

ત્રીજી વખત પાર્વતીજી જીતી ગયાં અને બ્રાહ્મણને પૂછ્યું

બોલ ભાઈ કોણ હાર્યું ? કોણ જીત્યું ?

‘ભગવાન આપ જીત્યા અને માતાજી હાર્યાં.

આ તપોધન બ્રાહ્મણ બે વખત જૂઠું બોલ્યો, કારણ કે એને તો શંકર ભગવાનને રાજી કરવા હતા.

આથી પાર્વતીજી ક્રોધે ભરાયાં અને બ્રાહ્મણને શાપ આપ્યો, હે બ્રાહ્મણ ત્રણ બાજીમાંથી બે બાજી હું જીતી ગઈ છું છતાં તું જૂઠું બોલ્યો, એટલે મારો તને શાપ છે કે તને આખા શરીરે કોઢ ફૂટી નીકળશે.

અને તરત બ્રાહ્મણને આખા શરીરે ત્યાં ને ત્યાં જ કોઢ ફૂટી નીકળ્યો.

એટલે બ્રાહ્મણે શાપમુક્ત કરવા માટે શંકરને અને પાર્વતીજીને – બન્નેને આજીજી કરવા માંડી અને માફી પણ માગવા લાગ્યો, પણ આ શાપ તો પાર્વતીજીએ આપ્યો હતો, એટલે કંઈ થઈ શક્યું નહિ.

એ તો ત્યાંથી ઊભો થયો અને રડતો રડતો ચાલી નીકળ્યો. તપોધન બ્રાહ્મણ પાર્વતીજીના શાપને લીધે કોઢિયો થયો.

તેની સાથે સાથે અનેક દુઃખોમાં આવી પડ્યો. એક સાધુ મહારાજ આગળ બ્રાહ્મણે પોતાનાં દુઃખોની વિગત જણાવી અને આનો કોઈ ઉપાય બતાવવા કહ્યું. સાધુ મહારાજે શિવજીની ખરા દિલથી તપસ્યા કરવાની સલાહ આપી. આથી બ્રાહ્મણ હિમાલયમાં કૈલાસ પર્વત પર શિવની તપસ્યા કરવા ચાલી નીકળ્યો.

તે જતો હતો ત્યાં બદામી રંગની એક ગાય મળી. એણે બ્રાહ્મણને ઊભો રાખ્યો અને પૂછ્યું :

હું તપોધન ભાઈ તમે રડો છો કેમ ? અને આમ રડતા રડતા ક્યાં જાવ છો ?

આથી બ્રાહ્મણે માંડીને બધી વાત કરી.

આ સાંભળી ગાય બોલી :

ભાઈ હું પણ ઘણી દુઃખી છું. મારા આંચળ દૂધથી ફાટફાટ થાય છે. મને કોઈ દોહતું નથી અને મારાં વાછરડાં મને ધાવતાં પણ નથી, માટે મારાં પાપનું નિવારણ પણ પૂછતા આવજો.

સારું.” કહી એ તો આગળ વધ્યો.

ત્યાંથી થોડેક આગળ ગયો ત્યાં એક ઘેરા બદામી રંગનો ઘોડો મળ્યો. ઘોડો પણ દુ:ખી હતો. એણે બ્રાહ્મણને પૂછ્યું :

હે વિપ્રદેવ તમે આમ રડતાં રડતાં ક્યાં ચાલ્યા ? અને બ્રાહ્મણે ઘોડાને બધી માંડીને વાત કહી સંભળાવી, એટલે ઘોડો બોલ્યો :

અરે ભાઈ હું આટલો બધો રૂપાળો અને કદાવર છું, છતાં કોઈ મારી ઉપર સવારી જ કરતું નથી; તો મારાં પાપનું નિવારણ પૂછતાં આવજો.

ભલે. કહી બ્રાહ્મણ આગળ વધ્યો.

થોડેક દૂર ગયો ત્યાં રસ્તામાં એક ઘટાદાર આંખો આવ્યો. આંબા ઉપર કેરીનાં લૂમખાં ને લૂમખાં બાઝેલાં છે.

બ્રાહ્મણ થાક ખાવા માટે આંબાના ઝાડ નીચે બેઠો.

આંબાના ઝાડે પણ બ્રાહ્મણને એ જ સવાલ પૂછ્યો અને બ્રાહ્મણે પણ એ જ જવાબ આપ્યો.

ત્યારે આંબાએ કહ્યું : હે ભાઈ મારા ઝાડ પર આવી સરસ મજાની કેરીઓ લાગેલીછે, પરંતુ કોઈપણ માણસ એક પણ કેરી તોડીને ખાતું નથી, તો મારાં પાપનું નિવારણ પણ પૂછતાં આવજો.

થોડીક વારમાં બ્રાહ્મણનો થાક ઊતરી ગયો, એટલે ભલે કહી તે આગળ ચાલતો થયો.

થોડેક દૂર ગયો ત્યાં એક તળાવ આવ્યું. આ તળાવમાં એક મગર રહેતો હતો.

મગરે આવીને બ્રાહ્મણને એ જ સવાલ પૂછ્યો અને બ્રાહ્મણે

પણ એનો એ જ જવાબ આપ્યો. ત્યારે મગરે કહ્યું : ભાઈ હું તળાવમાં રહું છું, છતાં મારા આખા દેહમાં બળતરા થાય છે, તો મારાં પાપનું નિવારણ પણ પૂછતા આવજો.

ભલે.” કહી બ્રાહ્મણ આગળ વધ્યો અને હિમાલયમાં કૈલાસ પર્વત ઉપર આવીને એક ઝાડની નીચે તપ કરવા બેસી ગયો.

બ્રાહ્મણના તપથી મહાદેવ પ્રસન્ન થયા અને પૂછ્યું : ‘બોલ ભાઈ, તારી શી ઇચ્છા છે ?

ભગવાન મને માતાજીના શાપમાંથી ઉગારો અને મારો કોઢ મટાડી દો.”

ભાઈ આને માટે એક જ રસ્તો છે અને તે એ કે જો તું સોળ સોમવારનું વ્રત કરે તો તારો કોઢ મટી જાય. ભગવાન મારે આ વ્રત કેવી રીતે કરવું ? જો સાંભળ :

આ વ્રતની શરૂઆત શ્રાવણ માસના પહેલા સોમવારથી થાય છે અને સોળ સોમવાર સુધી કરવામાં આવેછે. દર સોમવારે સવારમાં વહેલા ઊઠી નાહી-ધોઈ ચાર દોરાને ભેગા કરીને થોડા થોડા અંતરે એક એક કરીને ચાર ગાંઠ વાળવાની હોય છે. ત્યાર પછી એ દોરો ગળામાં પહેરી લેવાનો હોય છે. પછી મહાદેવજીનાં દર્શન કરવાનાં. દર સોમવારે એકટાણું કરવાનું. આમ શ્રાવણ, ભાદરવો, આસો અને કારતક માસનો છેલ્લો સોમવાર આવે તે સોળમો સોમવાર થાય. ત્યાં સુધી સોમવાર કરવાના.

સોળમા સોમવારને દિવસે સાડાચાર શેર ઘઉંના લોટના લાડવા બનાવવાના. એમાં સવાશેર ઘી અને સવાશેર ગોળ નાખવાનો. આ જે લાડુ બન્યા હોય એના ચાર ભાગ પાડવાના. આ ચાર ભાગમાંથી એક ભાગના લાડુ મંદિરના પૂજારીને આપજે,

વ્રતની વિધી

  • સોળ સોમવારના વ્રતની વિધી ખૂબ જ સરળ છે.
  • સવારે સૂર્યોદય પહેલા ઉઠવુ અને સ્નાનાદિથી પરવારી જવું, બાદમાં ઘરમાં રહીને શીવજીની પૂજા કરવી તથા મદિર જઇને શિવલીંગ પર દૂધાભિષેક કરવો.
  • શીવજી સમક્ષ બેસીને વ્રત કરવાનો સંપર્ક કરવો.
  • સવારે અને સાંજે શીવજીની પૂજા કરવી.
  • પૂજા માટે તલના તેલનો દીપક પ્રગટાવવો અને ભગવાન શિવને પુષ્પો અર્પણ કરવા. ભગવાન શિવજીને સોપારી, પંચામૃત, નાળીયેર અને બિલ્વપત્ર અર્પણ કરવા.
  • વ્રત દરમિયાન સોળ સોમવારના વ્રતની વાર્તા અચુક વાંચવી.

Download Solah Somvar Vrat Katha Gujarati PDF

Free Download
Welcome to 1PDF!