Guda Draw List PDF

1.95 MB / 248 Pages
0 likes
share this pdf Share
DMCA / report this pdf Report
Guda Draw List
Preview PDF

Guda Draw List

પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત રાજ્યના દરેક સામાન્ય નાગરિકને ઘરનું ઘર મળી રહે તે હેતુસર, ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ (ગુડા) દ્વારા વિવિધ ટીપી સ્કિમમાં આવાસ યોજના લાગું કરીને ડ્રો આઘારીત હરાજી કરી ફાળવણી કરવામાં આવે છે. આ સપ્તાહથી ગુડા દ્વારા સરગાસણ , વાસણા હડમતીયા અને વાવોલની 2 સહિત કુલ 4 જગ્યાએ આર્થિક નબળા વર્ગો માટેના આવાસોની ફાળવણી માટે ઓનલાઈન ફોર્મ ભરાવવાની શરૂઆત કરશે. આ માટે મંજૂરીની ફાઈલ મૂકવામાં આવી ગયેલ છે, આખરી મંજૂરી બાકી છે પણ તંત્રએ આવાસ યોજનાના ડ્રો સહિતની તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી દિધી હોવાનું સત્તાવાર સૂત્રો દ્વારા જાણવા મળેલ છે.

ગુડા દ્વારા અડાલજની એલઆઇજી-2 સ્કીમમાં રદ થયેલા 96 આવાસની પૂનઃ ફાળવણી માટે ફરી અરજીઓ મંગાવી છે અને તેની ડ્રો મારફતે ફાળવણી થશે. પરંતુ સ્કીમોમાં આવાસની ફાળવણી થયા બાદ પૈસા ભરવાને બદલે લાભાર્થીઓ દ્વારા આવાસનો કબ્જો નહીં લઇને ફાળવણી રદ કરાવવાનું પ્રમાણ વધતા અને આ કારણોસર એક જ સ્કીમમાં રદ થયેલા આવાસોની વારંવાર ફેરફાળવણીના કિસ્સા ઉદભવતા ગુડાએ હવે ડ્રો મારફતે આવાસની ફાળવણી થયા બાદ આવાસ રદ કરાવનાર લાભાર્થીને ભવિષ્યની તમામ પીએમ આવાસ યોજના માટે ગેરલાયક ઠેરવવાનો નિર્ણય કર્યો છે. ગુડા દ્વારા હાલ અડાલજના 96 મકાન માટેની અરજીઓ ઓનલાઇન મંગાવાઇ છે તેમાં આ કડક શરત ઉમેરવામાં આવી છે.

Guda EWS -2

Download Guda Draw List PDF

Free Download
Welcome to 1PDF!