Navratri Garba Gujarati PDF

0.92 MB / 16 Pages
0 likes
share this pdf Share
DMCA / report this pdf Report
Navratri Garba Gujarati

Navratri Garba Gujarati

गरबा गुजरात का प्रसिद्ध लोकनृत्य है, और खासकर नवरात्रि के दौरान यह हर जगह मनाया जाता है। गरबा का नाम संस्कृत के गर्भ-द्वीप से लिया गया है। इस डांस के लिए कम से कम दो सदस्यों का होना जरूरी है। गरबा में ‘डांडिया’ का प्रयोग किया जाता है, और लोग इसे एक-दूसरे से टकराकर नृत्य करते हैं। नवरात्रि के समय, यह नृत्य पूरे देश में बड़े धूमधाम से किया जाता है।

गरबा का महत्व

नवरात्रियों के दिनों में, लड़कियाँ कच्चे मिट्टी के सछिद्र घड़े को फूलपत्तियों से सजाकर उसके चारों ओर नृत्य करती हैं। गरबा सौभाग्य का प्रतीक माना जाता है, और अश्विन मास में नवरात्रियों को गरबा उत्सव के रूप में मनाया जाता है। नवरात्रियों की पहली रात को गरबा की स्थापना की जाती है। फिर उसमें चार ज्योतियाँ प्रज्वलित की जाती हैं। इसके बाद, लोग उसके चारों ओर ताली बजाते हुए फेरे लगाते हैं।

Navratri Garba Gujarati – ઊંચા નીચા રે

ઊંચા નીચા રે માડી તારા ડુંगरા રે લોલ,
કે ડુંગર ઉપર ટહુકે ઝીણા મોર;
કે ગરબે રમવા આવજો રે લોલ. ઊંચા નીચા રે

પહેલો પત્ર રે પાવાગઢ મોકલ્યો રે લોલ,
કે દેજો મારી કાળકા માને હાથ;
કે ગરબે રમવા આવજો રે લોલ. ઊંચા નીચા રે

બીજો પત્ર રે આબુગઢ મોકલ્યો રે લોલ,
કે દેજો मेरी અંબા માને હાથ;
કે ગરબે રમવા આવજો રે લોલ. ઊંચા નીચા રે

ત્રીજો પત્ર રે શંખલપુર મોકલ્યો રે લોલ,
કે દેજો મારું બહુચર માને હાથ;
કે ગરબે રમવા આવજો રે લોલ. ઊંચા નીચા રે

ચોથો પત્ર રે આરાસુર મોકલ્યો રે લોલ,
કે દેજો મારી આરાસુરી માને હાથ;
કે ગરબે રમવા આવજો રે લોલ. ऊંચા नीचा रे

પાંચમો પત્ર રે અમдавદ મોકલ્યો રે લોલ,
કે દેજો મારી ભદ્રકાળી માને હાથ;
કે ગરબે રમવા આવજો રે લોલ. ઊંચા નીચા રે

ભીડભંજની

શ્યામા સાંભળજો સાદ ભીડભંજની
અંબા અભયપદ દાયિની રે….
અંબા અનાથોના નાથે ભીડભંજની
હેમ હિંડોળે હીંચતી રે….
ઘીંચકે આરાસુરી માત ભીડભંજની
સખીઓ સંગાથે ગોઠડી રે….
આવી આઠમની રાત ભીડભંજની
અંબા અભયપદ દાયિની રે

સર્વે આરાસુરી ચોકમાં રે….
આવો તો રમીએ રાસ ભીડભંજની
એવે સમે આકાશથી રે….
આવ્યો કરુણ પોકાર ભીડભંજની
કોણે બોલાવી મુજને રે….
કોણે કર્યો મુને સાદ ભીડભંજની
મધ દરિયે તોફાનમાં રે….
માડી ડૂબે મારું વ્હાણ ભીડભંજની
અંબા અભયપદ દાયિની રે….

કીધી કમાણી શું કામની રે
જાવા બેઠા જ્યાંprાણ ભીતભંજની
વાયુ ભયંકર ફૂંકતો રે….
આ વેરી થયો વરસાદ ભીડભંજની
પાણી ભરાણાં વ્હાણમાં રે….
એ કેમ કાઢ્યા જાય ભીડભંજની
આશાભર્યો હું તો આવિયો રે….
વ્હાલા જોતાં હશે વાટ ભીડભંજની
અંબા અભયપદ દાયિની રે….

હૈયું રહે નહિ હાથમાં રે….
આજ દરિયે વાળ્યો દાટ ભીડભંજની
મારે તમારો આશરો રે….
આવો આવોને મોરી માત ભીડભંજની
અંબા હિંડોળેથી ઊતર્યાં રે….
ઊતર્યાં આરાસુરી માત ભીડભંજની
સખીઓ તેજ લાગી પૂછવા રે….
તમે ક્યાંરે કીધાં પરિયાણ ભીડભંજની
અંબા અભયપદ દાયિની રે….

વાત વધુ પછી પૂછજો રે…
આજ બાળ મારો ગભરાય ભીડભંજની
ભક્ત મારો ભીડ પડિયો રે….
હવે મારાથી કેમ ખમાય ભીડભંજની
કેમ કરી નારાયણી રે….
સિંહે થયા અસવાર ભીડભંજની
ત્રિશૂળ લીધું હાથમાં રે….
એવું તાર્યું વણિકનું વ્હાણ ભીડભંજમી
અંબા અભયપદ દાયિની રે….

એવું અમારું તારજો રે….
માતા છો દીનદયાળ ભીડભંજની
ધન્ય જનેતા આપને રે….
ધન્ય દયાના નિધાન ભીડભંજની
પ્રગટ પરચો આપનો રે….
દયા કલ્યાણ ગુણ ગાય ભીડભંજની
ભીડ સેવકની ભાંગજો રે….
આ સમરે કરજો સહાય ભીડભંજની
અંબા અભયપદ દાયિની રે….
અંબા અભયપદ દાયિની રે….

You can download the Navratri Garba Gujarati PDF using the link given below.

Download Navratri Garba Gujarati PDF

Free Download
Welcome to 1PDF!